પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - નસીબ જાતે લખો તમારુ

નસીબ જાતે લખો તમારુ

નસીબ જાતે લખો

શાળામાં તા.૧૪-૯-૨૦૧૨ ના રોજ “નસીબ જાતે લખો ”વિષય પર શ્રી વિશાલ એ.સોનગરાનો વાર્તાલાપ રાખવામાં આવેલ હતો.તેઓએ વિધાર્થીઓને પોતાનો દષ્ટીકોણ બદલવા અને હકારાત્મક વિચાર કરવા માટે અનેકવિધ દ્રષ્ટાંત આપીને સમજાવ્યા હતા. અને વિધાર્થીઓને� દષ્ટીકોણ બદલો અને જીવન બદલો તેવું સુત્ર આપ્યુ હતું અને વિજ્ઞાનને ધર્મ સાથે જોડી વૈજ્ઞાનિક અભિગમ સમજાવ્યો હતો અને કહ્યુ હતું કેઆપનું નસીબ આપના જ હાથમાં જ છે અર્થાત હથેળીની રેખાઓમાં નહીં. એનો અર્થ એવોથાય કે પ્રાપ્ય સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવવી. જ્યારેતેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવામાં આવે ત્યારે નસીબ પણ બે ડગલાં આગળ વધે છે.વ્યક્તિ કર્મ દ્વારા જ એ રેખાઓને જેટલી લાંબી ખેંચવા ધારે એટલી તે કરી શકેછે.આ બાબતનો અનુભવ હું ખુદને જ ઊંચે લઈ જાઉં છું ત્યારે જ થાય છે અને બીજાઓને પણ પોતાની જાતે જ નસીબ બનાવવાની પ્રેરણા પૂરી પાડ્વા નિમિત્ત બનુંછું.એક્વીસમી સદીનો મહારોગ એ માનસિક તણાવ છે એને મન,બુદ્ધિ અને આત્મામાંથી કાઢીનાંખવા માટે તણાવ કેવી રીતે ઉત્પન્ન્ થાય છે અને ક્યાંથી કેવી રીતે નાબૂદકરી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. મૂળભૂત રીતે તો આ દબાણ કે ‘તણાવ’ શબ્દ એ ઈજેનેરો મશીન દ્વારા ઉત્પન્ન થતા દબાણને માપવા પ્રયોજતા. જેથી કરીને મશીનને કાર્યક્ષમ બનાવી શકાય. પરંતુ ધીરેધીરે આ શબ્દ મનુષ્યની માનસિકસ્થિતિને વર્ણવવા માટે પ્રચલિત થવા લાગ્યો.જ્યારે જ્યારે આપણે તણાવ કે દબાણને વર્ણવીએ છીએ ત્યારે આ પણી સમક્ષ અનેશબ્દોની જેવાંકે ખેંચવું, ધકેલવું,વધુ અને સમય મર્યાદા જેવાની એક સાંકળ બનીજાય છે. વધુ ને વધુ, સારામાં સારું પેદા કરવામાં અને નિશ્ચિત સમય મર્યાદમાપેદા કરવા માટે ધારેલ પરિણામ નહીં આવે તો? એવો એક પ્રકારનો છૂપો ડરમાનવીના મગજમાં ખૂબ જ તાણાવની સ્થિતિ ઉત્પન્ન કરે છે.જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે વધુ પડતું માનસિક ભારણ પણ અનુભવાય છે.જેને કારણે આપણે વધુ પડ્તા વિચારશીલ અને તે કર્મમાં અને બોલવામાં કેવિરોધાભાસી વર્તન એ મન અને શરીરમાં નકારત્મક અસરો ઉત્પન્ન કરે છે. સૌથીખરાબ બાબત એ બને છે કે તે એક પ્રકારે આદત બની જાય છે. જે ઘણી વખતઅનિયંત્રિત બની જાય છે. પરંતુ આનો સહજ ઉકેલ્ તેને અટકાવો અને ધ્યાન-યોગકરો. તો પણ તેને ઘણા લોકો અર્થવિહીન અને સમયને વેડફવા સમાન ગણે છે.આકાર્યક્રમમાં મહાપુરુષોની જીંદગીના ઉદાહરણો અપાયા હતા. જીંદગી વિશેમહાપુરુષોએ કહેલી વાતોને સમજાવાઇ હતી. વક્તા વિશાલભાઈએન કહ્યું હતું કેસુખદુખ આવ્યા કરે પણ જીવન જીવવા જેવું તો છે જ. એમણે કહ્યું હતું કે, 'ચાર્લી ચેપ્લીને જીંદગીને ટ્રેજેડી ગણાવીહતી, ગાંધીજીએ જીવનને પહાડકરતા વજનદાર અને મૃત્યુને પીંછા કરતા હલકું કહ્યું હતું જ્યારે જ્હોનફ્લેરે કહ્યું કે, જીંદગીની બીજી આવૃત્તિ પ્રગટ કરી શકાતી હોતતો હું પ્રુફ રિડિંગની ભૂલો સુધારી લેત..આ મહાનપુરુષોની જેમ તકલીફો આવે ત્યારે સ્થિતપ્રજ્ઞ થઇ જવું એ જ જીંદગી છે.’જીવનના અનેક રંગો છે. સુખ-દુ:ખ, તડકો-છાંયડો આવે અને જાય છે. જીવનને હંમેશાલીલુંછમ રાખવા માટે હકારાત્મક વલણ જરૂરી છે. સુખમાં છલકાવું ન જોઈએ અનેદુ:ખમાં હતાશ થવું ન જોઈએ. સુખ-દુ:ખના રંગને સારી રીતે પચાવી જાણે એનુંજીવન ધન્ય ગણાય તેવુ જણાવ્યુ હતુ અને સ્વાસ્થય વર્ધક આર્યુવેદિક પ્રોડકસની વિગતવાર માહિતી આપી હતી
સ્થળ : ડીસા
તારીખ : 14/09/2012

પ્રવૃત્તિઓ