પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - ૧૫ મી ઓગસ્ટ

ઉજવણી

જાગૃતિ ટ્ર્સ્ટ બનાસકાંઠા,ડીસા પ્રરિત અને શાળા દવારા આયોજીત ૬૫ મા સ્‍વતંત્ર્ય દિન ની ઉજવણી શાળાના ૫ટંગણમાં રાખવામાં આવી હતી. ઘ્‍વાજારોહણનો કાર્યક્રમ શાળામંડળના પ્રમુખશ્રી, શ્રી ડો.પી.એચ. ભાટીના વરદ હસ્તે રખવામાં આવ્યુ હતું. શ્રાવણ માસના ઝરમર વરસાદ વચ્‍ચે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આજના કાર્યક્રમના મહેમાન અને સંસ્‍થાના પ્રમુખશ્રીએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં શાળાના વિધાર્થી ભાઈ-બહેનોને જણાવ્યુ હતુ કે મજબુત ભરતના નિમાર્ણ માટે આપ સહુએ પોતનુ સ્વાસ્થય જળવવુ પડશે. તમે સહું સ્વસ્થ હસો તો દેશ સ્વસ્થ બનસે,આ દેશની આવતી કાલ તમારી છે, તેથી તમે સહું દેશના વિકાસના ભાગીદાર બનો અને આ શાળાનુ અને તમારુ નામ ખુબ ઉજ્જ્વળ કરો તેવુ જણાવી સૌને સ્‍વતંત્ર્ય દિન ની શુભેચ્છા પાઠવી હતી.

આજના આ ઉજવણી દિને શાળાના બાળકોએ સુંદર સંસ્કૃતીક કાર્યક્રમો જેવા કે ગરબો, નાટક,અભિનય નુત્‍ય,રંજનાત્‍મક રમતો જેવા કાર્યક્રમ રજુ કર્યા હતા.જેનાથી શાળાના બાળકો ને ઘણો આનંદ મળ્‍યો હતો. આ સર્વ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શ્રી ખુશાલભાઇ અને શ્રી મયુરભાઇએ કર્યુ હતુ.તથા શાળાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન શ્રી મંજુલાબેને પુરુ પાડ્યુ હતું
સ્થળ : ડીસા
તારીખ : 15/08/2011

પ્રવૃત્તિઓ