પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - શિક્ષકદિન

શિક્ષક

શાળામાં ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના ૧૨૩ મા જન્મદિન નિમિતે શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પ્રાર્થના સભાથી જ ઉજવણીની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૩૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ગેલોત મુકેશકુમાર જગસીભાઈએ આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમની દેખરેખ નિચે બીજા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે અને શાળાના સેવક તરીકે આખો દિવસ કાર્ય કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધોરણ-૮ ના ૬ વિદ્યાર્થી , ૩ વિદ્યાર્થીનીઓએ તથા ધોરણ-૯ ના ૭ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થીનીઓએ, અને ધોરણ-૧૦ ના ૭ વિદ્યાર્થીઓ તથા ૬ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કર્યક્રમ ના બીજા દિવસે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. આ આખો કર્યક્રમ શાળાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર સુંદર રીતે સંપન્ન થયો હતો.
સ્થળ : ડીસા
તારીખ : 05/09/2011

પ્રવૃત્તિઓ