પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

ટ્રસ્ટીશ્રી

મેનેજીંગ ટ્રસ્ટીશ્રી - શ્રી દોલતભાઈ સી.પરમાર

સંદેશ

‘જાગૃતિ’એ કેળવણીના ક્ષેત્રે કાર્ય કરતી બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર આગવી સંસ્થા છે.

સમાજના જુદા જુદા જન સમુદાયોના વિવિદ્યલક્ષી સર્વાગી પ્રગતિના લક્ષ્યને ધ્યાનમાં રાખી, સત્યમ,શિવમ-સુંદરમની વિશાળ ભાવનાના ઉદાત અભિગમ દ્વારા વ્યકિત માત્રના સ્વાતંત્ર્યનું જતન,સમાનતાની તકની ઉપલબ્ધિ,સામાજિક ન્યાયની અનુભૂતિ અને સમાજ જીવનમાં બંધુત્વ અને એખલાસના નિર્માણ સાથે પ્રેમ,પ્રકાશ અને શાંતિનો અહેસાસ માણે એવી કેળવણી પ્રત્યેકને મળી રહે તેવી શુધ્ધ અને પવિત્ર ભાવનાથી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો ઉજાસ પાથરવાનું કાર્ય સને 1976થી જાગૃતિ ટ્રસ્ટ દ્વારા નિષ્ઠાભર્યા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. આ પવિત્ર કાર્યમાં આપનો હુંફાળો સહયોગ મળે તેવી નમ્ર અપેક્ષા છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ એવા શિક્ષણની સુવિદ્યાઓથી વ્યંચિત એવા વિસ્તારો-ડાવસ,રામસણ,પીલુડામાં ઉતર બુનિયાદી શાળાઓ શરૂ કરવામાં આવી.

ડીસામાં કન્યા વિદ્યામંદિર, પંચશીલ માધ્યમિક શાળા તથા શેરપુરામાં સામાન્ય પ્રવાહના શિક્ષણધામ શરૂ કરવામાં આવ્યાં. સાથે સાથે ડાવસ,પીલુડામાં આશ્રમશાળા તથા ડાવસ,ડીસા,શેરપુરા,ધાનેરા અને પીલુડામાં કુમારો માટે તેમજ ડીસામાં કન્યાઓ માટે છાત્રાવાસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અનુસૂચિતજાતિ, અનુ.જનજાતિ,બક્ષીપંચ,લઘુમતિ તેમજ અન્ય સમાજનાં ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુંદર વાતાવરણમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

રાષ્ટ્રના વિકાસ માટેના શિક્ષણના આ પવિત્ર યજ્ઞમાં આપનાં બાળકોને ભણવા મોકલી સમાજમાં જાગૃતિની જયોત પ્રગટાવવા સાથ અને સહકાર આપવા આપ સૌને નમ્ર અનુરોધ છે.


ટ્રસ્ટીશ્રી